Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
થાક્યો
Detail
થાક્યો આ કારણ-અકારણ અજંપાથી થાક્યો; હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો . ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક; અગોચર,અનાહત તમાશાથી થાક્યો . બુલેટોની ફૂટતી નથી ધણધણાટી; નિરંતર તકાતા તમંચાથી થાક્યો . ન છૂટી શકાતું, ન બંધાયેલો છું; હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો . સજાની હવે કેટલી રાહ જોવી ? દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો . ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં; છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો . મુબારક મને મારાં આંસુ અટૂલાં; તમારા બધાંના દિલાસાથી થાક્યો
CANCEL