Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
કરી બેઠા ! – હર્ષદ ત્રિવેદી
Detail
સરોવરમાં તમે તો કાંકરીચાળો કરી બેઠાં, ખબર છે ભર શિયાળે ધોમ ઉનાળો કરી બેઠાં ? હંમેશાથી અમારો જીવ છે તો શાંત પાણીનો, નજીવી વાતનો શું કામ હોબાળો કરી બેઠાં ? અહીં આંસુ મૂકીને આંખ કોરી લઈ જતાં સઘળા, તમે અપવાદ થઈને કાયમી ઢાળો કરી બેઠા ? લગાવ્યો છે ઋતુઓનો અમે અંદાજ ધીરજથી, નથી એવું કે જોયું ઝાડ ને માળો કરી બેઠા ! જીવન છે તો વ્યથા, વિસ્મય, વીતક, વ્યવહાર હોવાનાં, જરી જીરવ્યું નહીં ને આળપંપાળો કરી બેઠાં ? ઊઠીને કોણ ત્યાં લગ જાય ? અમારે તો અઠે આસન, ભરીને આગ ભીતરમાં જ હેમાળો કરી બેઠા ! ઘણાં પદ્માસનોની જોઈ છે એવી ય અંદરવટ, ભરી બંધૂક ઑગાળીને કરતાળો કરી બેઠા ! હતા અંગત અને બેઠા હતા પંગત મહીં ‘હર્ષદ’ થઈ દરિયાવ દિલના આદમી ટાળો કરી બેઠા ? અહીં તો બાદબાકી ને બધે બસ બાદબાકી છે, તમે ‘હર્ષદ’ ખરા સાલસ કે સરવાળો કરી બેઠા !
CANCEL