Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
બકો અને પકો નાનપણના દોસ્તાર.
Detail
બકો અને પકો નાનપણના દોસ્તાર. લગ્ન પછી ઘણા વખતે નિરાંતે મળ્યા. બકો: યાર, પકા! કેવું ચાલે છે તારું? લગ્ન પછી ખુશ તો છે ને તું? પકો: અરે બકા, ખુશીથી જિંદગી છલકાઈ રહી છે ! પરસ્પર બહુ જ મોટી અંડરસ્ટેન્ડિંગ છે અમારી વચ્ચે. સવારે અમે બેઉ સાથે મળીને નાસ્તો બનાવીએ. એ બરણીમાંથી પૌંઆ કાઢે, હું બટાટાપૌંઆ બનાવી કાઢું... પછી વાસણો પણ સાથે જ ધોઈ લઈએ. એ વાસણ લાવે...હું માંજી નાખું..! કપડાં ધોતી વખતે પણ એનો સાથ જબરજસ્ત... એ શોધી શોધી ને કપડાં લઈ આવે.. ને હું ધોવા માં ધબધબાટી બોલાવું..!! બેઉ જણ વચ્ચે પ્યાર એટલો બધો છે કે જમવામાં ક્યારેક એ કોઈ ડિશની ખાસ ફરમાઈશ કરે તો હું બનાવી આપું, બાકી તો હું મારી મરજીનો માલિક હા! મારે જે બનાવવું હોય તે બનાવવાની સંપૂર્ણ છૂટ..! અરે, મારી વાઈફને સ્વચ્છતા તો એટલી ગમે એટલી ગમે કે એને ખુશ રાખવા ઘરમાં ઝાડુ-પોતાની જવાબદારી મેં સામેથી ઉપાડી લીધી છે..!! બકો: વૅરી, ગુડ! પકો: તું કહે, તારું કેમ ચાલે છે, દોસ્ત?! બકો: ફજેતો તો મારો પણ તારા જેટલો જ થાય છે, પણ! પણ મને તારી જેમ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવતાં નથી આવડતું!
CANCEL