Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે
Detail
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા, તને અમથું તારા અંગનું રે અંગરખુ તમતમતું રે તારા પગનું રે પગરખું ચમચમતું રે મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા, તને અમથું પારકો જાણીને તને ઝાઝું શું બોલવું ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું તને છેટો રે ભાળીને મન ભમતું રે આ તો કહું છું રે પાતળીયા, તને અમથું તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા, તને અમથું હાથમાં ઝાલી ડાંગ કડિયાળી હરિયાળો ડુંગરો આવતો રે હાલી લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી શરમ મૂકીને તોયે થાઉં શરમાળી તારા રૂપનું તે ફૂલ મઘમઘતું રે, મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા, તને અમથું તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા, તને અમથું] કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું ઘરમાં, ખેતરમાં કે ધરતીના થરમાં તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા, તને અમથું તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
CANCEL