Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
હરિને ન નિરખ્યા જરી
Detail
મારા નયણાંની આળસ રે ન નિરખ્યા હરિને જરી એક મટકું ન માંડ્યું રે ન ઠરિયા ઝાંખી કરી શોક મોહના અગ્નિ રે તપે તેમાં તપ્ત થયાં નથી દેવનાં દર્શન રે કીધાં તેમાં રક્ત રહ્યાં પ્રભુ સઘળે વિરાજે રે સૃજનમાં સભર ભર્યાં નથી અણુ પણ ખાલી રે ચરાચરમાં ઊભર્યા નાથ ગગનના જેવા રે સદા મને છાઈ રહે નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે જરા ઊઘડે આંખલડી રે તો સન્મુખ તેહ સદા બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે ઘડીએ ન થાય કદા પણ પૃથ્વીનાં પડળો રે શી ગમ તેને ચેતનની જીવે સો વર્ષ ઘુવડ રે ન ગમ તોયે કંઈ દિનની સ્વામી સાગર સરીખા રે નજરમાં ન માય કદી જીભ થાકીને વિરમે રે ‘વિરાટ વિરાટ' વદી પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ક્યારે ઊઘડશે એવાં ઘોર અન્ધારા રે પ્રભુ ક્યારે ઊતરશે નાથ એટલી અરજી રે ઉપાડો જડ પડદા નેનાં નીરખો ઊંડેરું રે હરિવર દરસે સદા આંખ આળસ છાંડો રે ઠરો એક ઝાંખી કરી એક મટકું તો માંડો રે હૃદયભરી નીરખો હરિ રચનાઃ મહાકવિ નાનાલાલ
CANCEL