Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
હે કરુણાના કરનારા
Detail
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી મેં પાપ કર્યાં છે એવાં હું તો ભૂલ્યો તારી સેવા મારી ભૂલોને ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે પરમ કૃપાળુ વ્હાલા મેં પીધાં વિષના પ્યાલા વિષને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી કદી છોરું કછોરું થાયે પણ તું માવિતર કહેવાયે મીઠી છાયાના દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી મને જડતો નથી કિનારો મારો ક્યાંથી આવે આરો મારી નાવના ખેવણહારા તારી કરુણાનો કોઈ પાર નથી છે જીવન મારું ઉદાસી તું શરણે લે અવિનાશી મારા દિલમાં હે રમનારા તારી કરુણાનો કોઈ પાર નથી
CANCEL