Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
પગ ધોવા દ્યો રઘુરાય
Detail
પગ તમે ધોવા દ્યો રઘુરાય પ્રભુ મને વહેમ પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય રામ લખમણ જાનકી એ જ્યારે તીર ગંગાને જાય નાવ માગી નીર તરવા ગુહ બોલ્યો ગમ ખાઈ તમારા પગ ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય રજ તમારી કામણગારી, મારી નાવડી નારી થઈ જાય તો અમારી રંક જનની આજીવિકા ટળી જાય તમારા પગ ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય વાણી સૂણતાં ભીલજનની રે જાનકી મુસકાય અભણ કેવું યાદ રાખે ને ભણેલ ભૂલી ભૂલી જાય તમારા પગ ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય નાવડીમાં બાવડી ઝાલે રામ તણી ભીલરાય પાર ઉતરી (રામે) પૂછિયું તમે શું લેશો ઉતરાઈ? તમારા પગ ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય નાયીની ઉતરાઈ કદી નાયી લ્યે નહિ આપણે ધંધાભાઈ ‘કાગ’ લ્યે નહિ ખારવાની કદી ખારવો ઉતરાઈ તમારા પગ ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય
CANCEL