Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
મા બાપને ભૂલશો નહિ
Detail
ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિ અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહિ પથ્થર પૂજ્યા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનના કાળજાં પથ્થર બની છુંદશો નહિ કાઢી મુખેથી કોળીયા મ્હોંમાં દઈ મોટા કર્યા અમૃત તણાં દેનાર સામે ઝેર ઉગળશો નહિ લાખો લડાવ્યાં લાડ તમને કોડ સૌ પૂરા કર્યા એ કોડના પૂરનારના કોડને પૂરવા ભૂલશો નહિ લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલશો નહિ સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહિ ભીને સૂઈ પોતે અને સુકે સુવડાવ્યા આપને એ અમીમય આંખને ભૂલીને ભીંજવશો નહિ પુષ્પો બિછાવ્યાં પ્રેમથી જેણે તમારા રાહ પર એ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહિ ધન ખરચતાં મળશે બધું માતા પિતા મળશે નહિ પલ પલ પુનિત એ ચરણની ચાહના ભૂલશો નહિ -સંત પુનિત
CANCEL