Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
વીજળીને ચમકારે
Detail
વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી જોત જોતાંમાં દિવસો વહી ગયા પાનબાઈ એકવીસ હજાર છસો કાળ ખાશે જી વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી જાણ્યા રે જેવી આ તો અજાણ છે વસ્તુ અધૂરિયાને નો કહેવાય જી આ ગુપત રસનો ખેલ અટપટો રે આંટી મેલો તો સમજાય જી વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી મન રે મૂકીને તમે આવો મેદાનમાં રે જાણી લીયો જીવ કેરી જાત જી સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને બીંબે પાડી દઉં બીજી ભાત જી વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો તેનો રે દેખાડું તમને દેશજી ગંગા સતી એમ બોલિયાં રે સંતો ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી - ગંગાસતી
CANCEL