Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
મારા રામના રખવાળા
Detail
મારા રામના રખવાળા ઓછા હોય નહિ એના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહિ મારા રામના રખવાળા હોય નહિ એનુ ઢોલ અગમથી વાગે, અગમ-નિગમની વાણી ભાખે એજી એના આંખ્યુંના અણસારા ધોખા હોય નહિ મારા રામના રખવાળા હોય નહિ કાયા જ્યારે કરવટ બદલે, પરખાયે એ પગલે પગલે એજી એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહિ મારા રામના રખવાળા હોય નહિ સુખ દુ:ખના તડકા છાયા, માયામાં મૂંઝાતી કાયા એજી એના પાપણનાં પલકારા ઓછા હોય નહિ મારા રામના રખવાળા હોય નહિ મારા રામના રખવાળા ઓછા હોય નહિ એના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહિ મારા રામના રખવાળા હોય નહિ રચનાઃ અવિનાશ વ્યાસ
CANCEL