Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
રંગાઈ જાને રંગમાં
Detail
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં આજે ભજશું કાલે ભજશું ભજશું સીતા રામ ક્યારે ભજશું રાધે શ્યામ શ્વાસ ખૂટશે નાડી તૂટશે પ્રાણ નહીં રહે તનમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં જીવ જાણતો ઝાઝું જીવશે મારું છે આ તમામ, પેલા અમર કરી લઉં નામ તેડું આવશે જમનું જાણજે, જાવું પડશે સંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સૌ જીવ કહેતા પછી જંપીશું પહેલા મેળવી લો ને દામ, રહેવાના કરી લો ઠામ પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં ઘડપણ આવશે ત્યારે ભજીશું પહેલાં ઘરના કામ તમામ, પછી કરીશું તીરથ ધામ આતમ એક દી’ ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં બત્રીસ ભાતનાં ભોજન જમતાં ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ? દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ભમે તું ઘમંડમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં રંગ રાગમાં ક્યારે રટાશે? રહી જાશે આમને આમ, માટે ઓળખને આતમરામ બાબા આનંદે હરિ ૐ અખંડ છે ભજ તું શિવની સંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં રચનાઃ બાબા આનંદ
CANCEL