Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
મેરુ તો ડગે
Detail
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે ભલે ભાંગી પડે ભરમાંડ રે વિપત પડે પણ વણસે નહીં સોહી હરિજનનાં પરમાણ રે મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે ને કરે નહીં કોઈની આશ રે દાન દેવે પણ રહેવે અજાચી ને રાખે વચનમાં વિશ્વાસ રે મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે હરખ ને શોકની જેને ન આવે હેડકી ને આઠે પહોર રહેવે આનંદ જી સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં જેણે મેલ્યાં અંતરનાં માન રે મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે નિત્ય રહે સતસંગમાં ને તોડી દીધા માયા કેરા ફંદ રે સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે શીશ તો કર્યા કુરબાન રે મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે સંગત કરો તો તમે એવાની કરજો ને ભજનમાં રહેજો ભરપૂર રે ગંગા સતી એમ બોલિયાં રે જેના નયણોમાં વરસે સાચાં નૂર રે મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
CANCEL