Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
જીભલડી રે! તને હરિગુણ ગાતાં
Detail
જીભલડી રે! તને હરિગુણ ગાતાં આવડું આળસ ક્યાંથી રે! લવરી કરતાં નવરી ન મળે, બોલી ઊઠે સૌમાંથી રે! પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે; ઝઘડો કરવા જાહેર ઝૂઝે, કાયર હરિગુણ ગાવા રે. દવ લાગ્યા પછી કૂપ ખોદાવે, આગ એથી ક્યાં ઓલવાશે રે? ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે? તલ મંગાવો ને તુલસી મંગાવો, રામનામ લેવરાવો રે; પરથમ તો મસ્તક નહીં નમતું, પછી નામ શું સંભળાવો રે? રામનામનું દામ ન બેસે, કામ ખડે નહીં કરવું રે; સહેજે પાર પંથનો આવે, ભજન થકી ભવ તરવું રે. જેનું નામ જપે જોગેશ્વર, શંકર શેષ વિરંચિ રે; કહે ‘પ્રીતમ’ પ્રભુ-નામ વિસાર્યું, તે પ્રાણી પરપંચી રે.
CANCEL