Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
નાવિકની ભક્તિ
Detail
નાવિક વળતો બોલિયો, સાંભળો માહરા સ્વામ; સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસાડું રામ. વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણુની અપાર; અહલ્યા ત્યાં સ્ત્રી થઈ સહી, પાષાણ ફીટી નાર. આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક; સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ટ પાષાણ એક. આજીવિકા ભાંગે માહરી, આગે એક સ્ત્રી છે ઘેર; બે મળીને શું જમે? શી કરું ત્યાં પેર? હસી વિશ્વામિત્ર બોલીયા, ચરણ–રેણે સ્ત્રી થાય; તે માટે ગંગાજળ લેઈને, પખાળો હરિ–પાય. હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શરણ; નાવિકે ગંગાજળ લેઈને, પખાળ્યાં ત્યાં ચરણ.
CANCEL