Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ઝેર તો પીધાં છે જાણી જાણી
Detail
ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી નથી રે પીધાં અણજાણી રે મેવાડના રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે કડવી લાગે છે કાગવાણી રે, મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે તેનાં બનાવ્યાં દૂધ પાણી રે, મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી સંતો છે માતા રાણા, સંતો છે પિતા રે સંતોની સંગે હું લોભાણી રે, મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી સાધુડાના સંગ મીરાં છોડી દો તમને બનાવું રાજરાણી રે, મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથી રે જનમોજનમની બંધાણી રે, મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી મીરાં કહે પ્રભુ ગિરધર નાગર તમને ભજીને હું વેચાણી રે, મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી
CANCEL