Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ભોળી રે ભરવાડણ
Detail
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી
CANCEL