Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
એવા રે અમો એવા રે
Detail
એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે જેનું મન જે સાથે બંધાણું, પહેલું હતું ઘર રાતું રે હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે સઘળા સંસારમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે તમારે મન માને તે કહેજો, નેહ લાગ્યો છે ઊંડો રે કરમ-ધરમની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે સઘળા પદારથ જે થકી પામ્યો, મારા પ્રભુની તોલે ન આવે રે હળવા કરમનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે હરિજનથી જે અંતર કરશે, તેના ફોગટ ફેરા ઠાલાં રે
CANCEL