Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
જે ગમે જગત ગુરુ જગદીશને
Detail
જે ગમે જગત ગુરુ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો જે ગમે જગત ગુરુ દેવ જગદીશને હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેર જોગી જોગેશ્વરા કો'ક જાણે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી શત્રુ મારીને સૌ મિત્ર રાખે રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ ભવન પર ભવન પર છત્ર દાખે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે, યથા માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી જેહને જે ગમે તેહને તે પૂજે મન કર્મ વચનથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂઝે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને સુખ સંસારી મિથ્યા કરી માનજો કૃષ્ણ વિના બીજું સર્વ કાચું જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
CANCEL