Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
વર તો પાન સરીખા પાતળા
Detail
(જાનનું આગમન) વર તો પાન સરીખા પાતળા રે વરના લવિંગ સરખા નેણ રે વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે વર તો સીમડીએ આવ્યાં મલપતા રે હરખ્યાં હરખ્યાં ગામડિયાનાં મન રે વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે વર તો સરોવરિયે આવ્યાં મલપતા રે હરખ્યાં હરખ્યાં પાણીયારિયુંનાં મન રે વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે વર તો શેરીએ આવ્યાં મલપતા રે હરખ્યાં હરખ્યાં પાડોશીનાં મન રે વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે વર તો માંડવે આવ્યાં મલપતા રે હરખ્યાં હરખ્યાં સાસુજીના મન રે વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે વર તો માયરે આવ્યાં મલપતા રે હરખ્યાં હરખ્યાં લાડલીના મન રે વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે
CANCEL