Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ગણેશ સ્થાપના-૧
Detail
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડાં ઘોડલા શણગારો ઘોડલે પિત્તળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડાં હાથીડા શણગારો હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડાં જાનીડાં શણગારો જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડાં ધોરીડાં શણગારો ધોરીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો વેલડિયે દશ આંટા રે મારા ગણેશ દુંદાળા વાવલિયા વાવ્યાં ને મેહુલા ધડૂક્યાં રણ રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા તૂટ્યાં તળાવ ને તૂટી પીંજણિયું ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ્વર તમે આવ્યે રંગ રે'શે રે મારા ગણેશ દુંદાળા અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા અમારે જોશે સવા મણનો રે લાડુ અમે આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા વીવા, અઘરણી ને જગવને જનોઈ પરથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા
CANCEL