Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
રસિયા પાટણ શહેરને પાદર
Detail
રસિયા પાટણ શહેરને પાદર પારસ પીપળો રે લોલ રસિયા તીયાં રે બંધાવો હાલણ હીંચકો રે લોલ રસિયા તીયાં રે હીંચકીએ આપણ બેઉ જણાં રે લોલ રસિયા હીંચકડો તૂટ્યો ને પડિયા બેઉ જણાં રે લોલ રસિયા અમને રે વાગ્યું ને તમને ઘણી ખમ્મા રે લોલ રસિયા રીંસે ભરાતી બોલું કે તમને ઘણી ખમ્મા રે લોલ રસિયા તમને તે પરણાવું વાણિયણ વેવલી રે લોલ રસિયા પાણીની ભરનારી વાણિયણ વેવલી રે લોલ રસિયા તમને તે પરણાવું ગામ ગરાસણી રે લોલ રસિયા ચાકળડે બેસનારી ગામ ગરાસણી રે લોલ રસિયા કિયો તો પરણાવું નાગર ભ્રામણી રે લોલ રસિયા રસોઈની કરનારી નાગર ભ્રામણી રે લોલ રસિયા પાટણ શહેરને પાદર વાણીડાના હાટ છે રે લોલ રસિયા ત્યાંથી તે વોરો રે નવરંગ ચૂંદડી રે લોલ રસિયા ચૂંદલડી ઓઢ્યાના અમને કોડ ઘણા રે લોલ રસિયા પાટણ શહેરને પાદર મણિયારાના હાટ છે રે લોલ રસિયા ત્યાંથી તે ઊતરાવો નવરંગ ચૂડલો રે લોલ રસિયા ચૂડલડો પહેર્યાની અમને હોંશ ઘણી રે લોલ રસિયા પાટણ શહેરને પાદર સોનીડાના હાટ છે રે લોલ રસિયા ત્યાંથી તે ઘડાવો ઝાલ ઝૂમણાં રે લોલ રસિયા ઝાલ ઝૂમણાં પેર્યાની અમને ખંત ઘણી રે લોલ રસિયા પીપળિયાની ડાળે બાંધ્યો હીંચકો રે લોલ રસિયા ઈ હીંચકડે ઝૂલીએ આપણ બેઉ જણાં રે લોલ
CANCEL