Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
વેલ્યું છૂટિયું રે વીરા…
Detail
વેલ્યું છૂટિયું રે વીરા વાડીના વડ હેઠ ધોળીડાં બાંધ્યા રે વડને વાંકીએ ચાર પાંચ સૈયરું રે વીરા પાણીડાંની હાર્ય વચલી પાણિયારીએ વીરને ઓળખ્યો ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર બાપની બોલાશે વીરને ઓળખ્યો વીરા ચાલો રે દખણી બેનીને ઘેર ઉતારા દેશું ઊંચા ઓરડા વેલ્યુ છોડજો રે વીરા લીલા લીંબડા હેઠ ધોળીડાં બાંધજો રે વચલે ઓરડે નીરીશ નીરીશ રે વીરા લીલી નાગરવેલ્ય ઉપર નીરીશ રાતી શેરડી રાંધીશ રાંધીશ રે વીરા કમોદુંનાં કૂર પાશેર રાંધીશ કાજુ ખીચડી પાપડ શેકીશ રે વીરા પૂનમ કેરો ચાંદ ઉપર આદુ ને ગરમર અથાણાં જમશે જમશે રે મારો માડીજાયો વીર ભેળી બેસશે રે એક જ બેનડી ઊંચી મેડી રે વીરા ઉગમણે દરબાર તિયાં રે ઢળાવું તારા ઢોલિયા પોઢશે પોઢશે રે મારો માડીજાયો વીર પાસે બેસે રે એક જ બેનડી કરજે કરજે રે બેની સખદખની વાત ઘેરે જાશું તો માતા પૂછશે ખાવી ખાવી રે વીરા ખોરુડી જાર સૂવું રે માડીના જાયા સાથરે બાર બાર વરસે વીરા માથડિયાં ઓળ્યાં તેર વરસે તેલ નાખિયાં મેલો મેલો રે બેની તમારલા દેશ મેલો રે બેની તમારાં સાસરાં વીરા વીરા રે બેની માસ છ માસ આખર જાવું રે બેનને સાસરે ભરવાં ભરવાં રે વીરા ભાદરુંનાં પાણી ભાદરની રેલે બેની તણાઈ ગયાં આ ને કાંઠે રે વીરો રહ રહ રુએ ઓલ્યે કાંઠે રુએ એની માવડી
CANCEL