Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
મારી શેરીએથી કાનકુંવર
Detail
મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ મુખેથી મોરલી બજાવતા રે લોલ હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ સાગ રે સીસમની મારી વેલડી રે લોલ નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ જઈને અમરાપરમાં છોડિયા રે લોલ અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ મેં તો માન્યું કે હરિ આંહીં વસે રે લોલ મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ તાંબાળુ ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ હું તો જમવા બેઠીને જીવણ સાંભર્યા રે લોલ કંઠેથી કોળીયો ન ઊતર્યો રે લોલ મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ કોળીયો ભરાવું જમણા હાથનો રે લોલ હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ ચારેય દશ્યે નજર ફેરતી રે લોલ એક છેટેથી છેલવરને દેખિયા રે લોલ હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ મારી ઘેલી સાસુ ને ઘેલા સાસરા રે લોલ ગાયું વરાંહે દોયાં વાછરાં રે લોલ મને ધાનડિયાં નથી ભાવતાં રે લોલ મોતડિયાં નથી આવતાં રે લોલ મને હીંચકતાં નવ તૂટ્યો હીંચકો રે લોલ નાનાંથી કાં ન પાયાં વખડાં રે લોલ મારી માતા તે મૂરખ માવડી રે લોલ ઉઝેરીને શીદ કરી આવડી રે લોલ મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ મુખેથી મોરલી બજાવતા રે લોલ
CANCEL