Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
મને એક વાર જેતપર લઈ જા
Detail
મને એક વાર જેતપર લઈ જા રે, મારે જેતપર ગામની રે.. હો જી રે, લાલચટક ચૂંદડી વહોરવી સે. મને એકલો તું મનગમતો થઈ જા રે મારે જેતપર ગામની રે.. હો જી રે, લાલચટક ચૂંદડી વહોરવી સે. ચૂંદડી ઓઢીને મારે ચૌટા વચ્ચે ચાલવું, હાથના રૂમાલને ફંગોળી મહાલવું, હો છલિયા! હો રસિયા! મારે જેતપર ગામની રે, પૂનમને ચૂંદડીના રંગમાં ચોરવી સે. મારે લાલચટક ચૂંદડી વહોરવી સે. વાંકલડો રે એવો રે હાલતો, ઓઢેલી ઓઢણીનો છેડો રે ઝાલતો, નેણલાં નચાવીને મનડામાં મ્હાલતો, અણીયાળી આંખથી દલડું દઝાડતો, હો છલિયા! હો રસિયા! મારે જેતપર ગામની રે, ઢેલડીને ચૂંદડીની કોરમાં કોરવી સે. મારે લાલચટક ચૂંદડી વહોરવી સે. ચૂંદડીના રંગમાં ઘેરું ગગન છે, ચૂંદડીના રંગમાં આખું મલક મગન છે, હો છલિયા! હો રસિયા! મારે જેતપર ગામની રે, કોયલને ચૂંદડીની કોરમાં કોરવી સે. લાલચટક ચૂંદડી વહોરવી સે. હે... મારી ચૂંદડીનો રંગ એવો રંગધાર, કે ધરાર છેલો મારો ઘેલો થઈ પૂંઠે ભમે, મને લાગ્યા ન લાગ્યા રે તીરછી નજર્યુંના માર, વાગી કાળજે કટાર, ઝૂકી નેણલાં નમે. મારે જેતપર ગામની રે, લાલચટક ચૂંદડી વહોરવી સે.
CANCEL