Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ધમ ધમક ધમ સાંબેલું…
Detail
ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું... અલક મલકનું અલબેલું... સાંબેલું... જનમ જનમથી વહુને માથે ભાંગેલું... સાંબેલું... જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી હાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણી સાંબેલું.. ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું... અલક મલકનું અલબેલું... સાંબેલું... જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી જેવો કુવો ઊંડો, જેઠ એવો ભૂંડો સાંબેલું... ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું... અલક મલકનું અલબેલું... સાંબેલું... હોય છો ને બટકો, દિયર વટનો કટકો લીલી લીલી વાડીઓ ને સસરો એમાં ચાડિયો સાંબેલું... ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું... અલક મલકનું અલબેલું... સાંબેલું... એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો મીઠો, મગનો શીરો, એવો નણંદનો વીરો સાંબેલું... ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું... અલક મલકનું અલબેલું... સાંબેલું...
CANCEL