Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
વહુએ વગોવ્યાં મોટા ખોરડાં
Detail
ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ કહેજો દીકરી સખદખની વાત જો કવળાં સાસરિયામાં જીવવું રે લોલ હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો કવળાં સાસરિયામાં જીવવું રે લોલ પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ અધશેર અમલ તોળાવિયાં રે લોલ પાશેર તોળાવ્યો સોમલખાર જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ ઘરચોળાની તાણી એણે સોડ જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ ખોખરી હાંડીમાં લીધી આગ જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ બીજો વિસામો ઝાંપા બહાર જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ ચોથો વિસામો સમશાન જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ રૂપલા સરીખી વહુની રાખ જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ હવે માડી મંદીરિયે મોકળાશ જો વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ હવે માડી દેજો દોટાદોટ જો આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ
CANCEL