Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
સૂપડું સવા લાખનું
Detail
સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો દાણા એટલા દાણા, પાણા એટલા પાણા દાણા દાણા મૈયરિયાના પાણા પાણા સાસરિયાના સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો બોલો નવતર વહુ તમને સસરા ગમે કેવા? ઝૂલે બેસી ઝૂલે એવા એને કાંઈ ન લેવા દેવા મને સસરા ગમે એવા સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો બોલો નવતર વહુ તમારાં સાસુ છે કેવા? તીખાં તમતમતાં જાણે લાલ-લીલા મરચાં જેવા મારા સાસુજી છે એવા સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો બોલો નવતર વહુ તમને નણદી ગમે કેવા? ફરતાં ફરતાં ફેરફુદરડી જાય હવામાં ઉડતા જેવા મને નણદી ગમે એવા સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો બોલો નવતર વહુ તમારા પરણ્યાં છે કેવા? ભોળા ભોળા ભટ્ટ ને બેઠાં હોય ગણપતિ જેવા મારા પરણ્યાં છે એવા સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો દાણા એટલા દાણા, પાણા એટલા પાણા દાણા દાણા મૈયરિયાના પાણા પાણા સાસરિયાના સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો
CANCEL