Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
હાલાજી તારા હાથ વખાણું
Detail
હે... અબજડીયો જડીયો જંગલમાં વસે ને ઘોડાનો ઈ દાતાર પણ ત્રુઠ્યો રાવળ જામને જ રે એ... એણે હાંકી દીધો હાલાર હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું. રાવણ સરીખો રાજિયો હો પરગટ મેરુ પ્રમાણ હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું. સવ ઢળે ભોમ હર ઢોળ પ્રાણ મુદત અતિ પાયો દેશું રાવણ જામ અંગ આપે પછડાયો હુઈ કટંકા હાથ તૂટી સિંધણ સંચાણા મરતા જોર મરદ અતિ રે અણભંગ અટાળા હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું. એ... ખ્યાસો ખૂની જાણ અંગ મહેરાણ અજાણી પટ્ટી ઘોડી પૂંઠ તત્ ખણ મેલે તાણી આગે ભાગ્યો જાય, ભોમ અંતર નવ ભાંગે આણે મન ઉચાટ લેખ લખ દા નવ લાગે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું. અસિ બાજ ઉડાણી પવનવેગે પડકારી ત્રુટી તારા જેમ ધીર પંખણ ધજધારી બરછટ જોર બરાડ ભીમ ભારત બછુટ્યો કરે ક્રોધ કરતાંત શંખ લેવા કર ત્રુટ્યો હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું. એ... તવ હંસ ગેંદ પર ચડ્યો ગેંદ પર સિંહ બિરાજે સિંહે સાગર શિર ધર્યો તા પર તો ગિરિવર ગાજે ગિરિવર પર એક કમલ, કમલ બીચ કોયલ બોલે કોયલ પે એક કીર, કીર પર મૃગ હીંડોલે મૃગે શશિધર શિર ધર્યો, તા પર તો શેષ બિરાજે કહે કવિજન, સુણો ગુણીજન, હંસ ભાર કિતનો સહે રે ભાઈ, હંસ ભાર કિતનો સહે, રે ભાઈ, હંસ ભાર કિતનો સહે
CANCEL