Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ધન ધન છે ગોકુળિયું ગામ
Detail
ધન ધન છે ગોકુળિયું ગામ ગામ છે રળિયામણું રે લોલ પ્રભુજી વનમાં ચારે ધેન વગાડી રૂડી વાંસળી રે લોલ રાધાગોરી ભાતડિયાં લઈ જાય ચલાણે ચોળ્યાં ચૂરમાં રે લોલ પ્રભુજી કિયાં ઉતારું ભાત કે કિંયા બેસીને જમશો રે લોલ રાધાગોરી આસોપાલવને ઝાડ કે શીતળ છાંયડી રે લોલ રાધાગોરી તિયાં ઉતારો ભાત કે તિયાં બેસીને જમશું રે લોલ રાધાગોરી ઓલા કાંઠે ધેન કે ધેન પાછી વાળજો રે લોલ પ્રભુજી તમારી હેવાયેલ ધેન અમારી વાળી નહીં વળે રે લોલ પ્રભુજીને ચટકે ચડિયલ રીસ કે જમતાં ઊઠિયા રે લોલ રાધાજીને ચટકે ચડિયલ રીસ કે ભોગળ ભીડિયાં રે લોલ ઝીણા ઝરમર વરસે મેહ કે કૃષ્ણ ભીંજાય બારણે રે લોલ રાધાગોરી ઉઘાડો કમાડ કે પ્રભુ ભીંજાય બારણે રે લોલ જાવ જાવ માનેતીને મોલ કે અહીં શીદ આવિયા રે લોલ જાશું જાશું માનેતીને મોલ કે પછી થાશે ઓરતા રે લોલ રાધાગોરી એક મોતી ને બીજી ફાડ કે ભાંગ્યાં પછી નહીં મળે રે લોલ રાધાગોરી હીરમાં પડિયલ ગાંઠ કે તૂટે પણ નહીં છૂટે રે લોલ રાધાજીને આંગણે ઊંડી કુઈ કે કંકર ભારે નાખિયાં રે લોલ ધબકે ઉઘડ્યાં કમાડ કે રાધાજી ઝટ દોડિયા રે લોલ રાધાગોરીને ઝમરક દીવડો હાથ હાલ્યાં હરિને ગોતવાં રે લોલ કોઈ મને દેખાડો દીનાનાથ કે આપું વધામણી રે લોલ આપું મારા હૈડાં કેરો હાર કે માથા કેરી દામણી રે લોલ રાધાગોરી રાખો હારડો હૈડાં પાસ કે હરિ આવ્યાં હસતાં રે લોલ
CANCEL