Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
બાર બાર વરસે નવાણ ગળાવ્યાં
Detail
બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર નો આવ્યાં જી રે તેડાવો જાણતલ તેડાવો જોશી, જોશીડા જોશ જોવરાવો જી રે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, ‘દીકરો ને વહુ પધરાવો જી રે’ ‘ઘોડા ખેલવતા વીર રે અભેસંગ! દાદાજી બોલાવે જી રે’ ‘શું રે કો' છો મારા સમરથ દાદા, શા કાજે બોલાવ્યા જી રે?’ ‘જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, દીકરો ને વહુ પધરાવો જી રે’ ‘એમાં તે શું મારા સમરથ દાદા, પારકી જણીને પૂછી આવો જી રે’ ‘બેટડો ધવડાવતાં વહુ રે વાધેલી વહુ, સાસુજી બોલાવે જી રે’ ’શું રે કો' છો મારા સમરથ સાસુ, શા કાજે બોલાવ્યાં જી રે’ ‘જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, દીકરો ને વહુ પધરાવો જી રે’ ‘એમાં તે શું મારા સમરથ સાસુ, જે કે'શો તે કરશું જી રે’ ’ભાઈ રે જોશીડા, વીર રે જોશીડા, સંદેશો લઈ જાજે જી રે’ ‘મારી માતાને એટલું જ કહેજે, મોડિયો ને ચૂંદડી લાવે જી રે’ ‘ઊઠો રે મારાં સમરથ જેઠાણી, ઊનાં પાણી મેલો જી રે’ ‘ઊઠો રે મારા સમરથ દેરાણી, માથાં અમારાં ગૂંથો જી રે’ ‘ઊઠો રે મારા સમરથ દેરીડા, વેલડિયું શણગારો જી રે’ ‘ઊઠો રે મારા સમરથ નણદી, છેડાછેડી બાંધો જી રે’ ‘ઊઠો રે મારા સમરથ સસરા, જાંગીડા ઢોલ વગડાવો જી રે’ ‘આવો, આવો મારા માનસંગ દીકરા, છેલ્લાં ધાવણ ધાવો જી રે’ પુતર જઈને પારણે પોઢાડ્યો, નેણલે આંસુડાંની ધારું જી રે ઝાંઝ પખાજ ને જંતર વાગે, દીકરો ને વહુ પધરાવે જી રે ‘પાછું વાળી જોજો અભેસંગ દીકરા, ઘોડલાં કોણ ખેલવશે જી રે?’ ‘ઈ રે શું બોલ્યાં સમરથ બાપુ, નાનો ભાઈ ખેલવશે જી રે’ ‘પાછું વાળીને જોજો વહુ રે વાધેલી વહુ, પુતર કોને ભળાવ્યાં જી રે?’ ‘કોણ ધવરાવશે, કોણ રમાડશે, કેમ કરી મોટા થાશે જી રે?’ ‘દેરાણી ધવરાવશે, નણદી રમાડશે, જેઠાણી ઉછેરશે જી રે’ પહેલે પગથિયે જઈ પગ દીધો, પાતાળે પાણી ઝબક્યાં જી રે બીજે પગથિયે જઈ પગ દીધો, કાંડા તે બુડ પાણી આવ્યાં જી રે ત્રીજે પગથિયે જઈ પગ દીધો, કેડ સમાં નીર આવ્યાં જી રે ચોથે પગથિયે જઈ પગ દીધો, છાતી સમાં નીર આવ્યાં જી રે પાંચમે પગથિયે જઈ પગ દીધો, પરવશ પડિયા પ્રાણિયા જી રે ‘એક હોંકારો દ્યો ને અભેસંગ, ગોઝારાં પાણી કોણ પીશે જી રે?’ ‘પીશે તે ચારણ, પીશે તે ભાટો, પીશે અભેસંગનો દાદો જી રે’ ‘એક હોંકારો દ્યો ને વાધેલી વહુ, ગોઝારાં પાણી કોણ પીશે જી રે?’ ‘પીશે તે વાણિયા, પીશે તે બ્રાહ્મણ, પીશે વાળુભાના લોકો જી રે’ તરી છે ચૂંદડી ને તર્યો છે મોડિયો, તર્યા અભેસંગનાં ખોળિયાં જી રે ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં, ઓરડા અણોસરા લાગે જી રે વા'લાં હતાં તેને ખોળે બેસાડીયા, દવલાંને પાતાળ પૂર્યાં જી રે
CANCEL