Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
દાદા હો દીકરી
Detail
દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ માડી મારી આંસુ સારશે રે સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ વીરાએ આંગણ બેડું ફોડિયું રે સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી
CANCEL