Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
પુત્રીજન્મનાં વધામણાં
Detail
પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ, પારણીએ ઝૂલે ઝીણી જ્યોત રે, અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ. નભથી પધારી મારી તારલી રે લોલ અંગે અંગે તે ઓત-પ્રોત રે, અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ. લેજો રે લોક એનાં વારણાં રે લોલ, પુત્રી તો આપણી પુનાઈ રે, અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ. ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ, વેણીનાં ફૂલની વધાઈ રે, અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ. અમૃત-દેવોનું દિવ્ય લોકમાં રે લોલ, લાડલી આ લાવી ઘેર ઘેર રે, અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ. સરખાં સહુ હેત એને સીંચજો રે લોલ, લીલાં સપનાંની જાણે લ્હેર રે, અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ. ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ, દુર્ગાના કંઠનો હુંકાર રે, અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ. બાપુની ઢાલ બને દીકરો રે લોલ, કન્યા તો તેજની કટાર રે, અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ. ઉગમણે પ્હોર,રતન આંખનું રે લોલ, આથમણી સાંજે અંજવાસ રે, અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ. રમતી રાખો રે એની રાગિણી રે લોલ, આભથી, ઊંચેરો એનો રાસ રે, અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ.
CANCEL