Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
કેમ ઉકેલું લિપિ જળની
Detail
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની તરંગ લિસોટે પડી છાપ તો ઘટના પળ બે પળની સખીરી, કેમ ઉકેલું લિપિ જળની પરપોટાનું પોત, પવનનાં પગલાં તરતા નર્યા સપાટી ઉપર જી રે સ્પર્શે ઊગે સ્પર્શે ડૂબે નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે પરગટ પારાવાર ને નીંભર ટેવ પડી ટળવળની સખીરી, કેમ ઉકેલું લિપિ જળની સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું એકાન્ત ટકોરા મારે લીલા જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને કહેવાશે અટકળિયા ચીલા ભાવગત આ અક્ષરિયત ને છળમય ભાષા તળની સખીરી, કેમ ઉકેલું લિપિ જળની – સંજુ વાળા
CANCEL