Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ગંગાજીની આરતી
Detail
જય જય જય શ્રી ગંગા માતા, ભાગીરથી વંદુ તને. ગંગા હે કલ્યાણ-કારિણી બ્રહ્મસ્વરૂપા હે મા ! વિષ્ણુ સ્વરૂપા હે મા ગંગા ! ભાગીરથી વંદુ તને ... જય જય ગંગા હે જીવન દાયિની શિવ સ્વરૂપા હે મા ! શક્તિ સ્વરૂપા હે મા ગંગા ! ભાગીરથી વંદુ તને ... જય જય ગંગા હે ક્ષેમવતી દેવી, નારાયણી સ્વરૂપા, શ્રી નારાયણ ચરણે પ્રકટી, ભાગીરથી વંદુ તને ... જય જય ગંગા મા હે રોગવિનાશીની ! પાપ વિનાશીની હે મા ! સર્વ સંકટને હરનારી, ભાગીરથી વંદુ તને ... જય જય ગંગા મા હે મોક્ષદાયિની ! મંદાકિની સ્વરૂપા, મંદ ગતિથી વહેનારી મા, ભાગીરથી વંદુ તને ... જય જય ગંગા મા હે સ્વર્ગવાસીની ! નંદિની પૃથ્વી સ્વરૂપા, શિવામૃતા વિરજા નામે મા, ભાગીરથી વંદુ તને ... જય જય ગંગા મા હે લિંગ-ધારિણી ! મંગલકારક હે મા ! વરદાયિની અધીશ્વરી દેવી, ભાગીરથી વંદુ તને ... જય જય હે મા ગંગા તારા ચરણે, શ્રી ગુરુદેવ બિરાજ્યા, ધન્ય બનાવ્યું જીવન જેનું, ભાગીરથી વંદુ તને ... જય જય હે મા ગંગા ! પાવન કરજો, યોગેશ્વર સ્વરૂપા, પૂર્ણ રૂપે મા પ્રકટો આજે, દિવ્ય સ્વરૂપે સમાવો ... જય જય હે મા ! ગંગા દર્શન દીધાં, કૃપા કરીને પ્રેમે, ફરી ફરી એ દર્શન દઇ દો, વિનંતી આજ સુણી લો. ... જય જય હે મા ગંગા ! ધન્ય બનાવો, પૂર્ણ બનાવો પ્રેમે, દર્શનનું દો દાન હવે તો, પૂર્ણ પણે અપનાવો ... જય જય હે મા ગંગા ! તારા ચરણે, પ્રણામ કરું છું પ્રેમે, નમસ્કાર કરું તારા ચરણે, દંડવત્ કરું હે મા ! ... જય જય
CANCEL