Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
રીંછ એકલું ફરવા ચાલ્યું
Detail
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી; સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ: મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ. હાડચામડાં બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું; નોતરું દેવા ખોળું તમને, આજ મુખડું દીઠું! રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ. ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમેલૂમ. ખાવા જાતા રાણાજીએ પાડી બૂમાબૂમ! મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર; બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર! આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા; ”ખાધો બાપ રે!” કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી; સામે રાણા સિંહ મળ્યા રે, આફત ટાળી મોટી.
CANCEL