Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
અંબામા આરતી - જય આદ્યા શક્તિ
Detail
જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા મા … ઓમ દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાયે હર માં … ઓમ તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા ત્રયા થકી તરવેણી તું તરવેણી મા … ઓમ ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા પંચ તત્વ ત્યાં સોહીએ, પંચે તત્વોમાં … ઓમ ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે મા … ઓમ સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા સુરનર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ દશમી દશ અવતાર, જય વિજયા દશમી રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ એકાદશી અગિયારસ, કાત્યાયની કામા કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા … ઓમ તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા … ઓમ સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ
CANCEL