Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
દીકરો મારો લાડકવાયો
Detail
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો….. રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર, કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર, આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે. દીકરો મારો લાડકવાયો….. કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર, છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર, સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે. દીકરો મારો લાડકવાયો….. ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત, લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત, આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે. દીકરો મારો લાકડવાયો….. હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ, શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક, રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે. દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો…..
CANCEL