Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
હો રાજ રે !
Detail
હો રાજ રે ! વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો. હો રાજ રે ! વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો, મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો. હો રાજ રે ! ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો, આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો. હો રાજ રે ! ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે; મને કેર કાંટો વાગ્યો. હો રાજ રે ! સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવો; મને કેર કાંટો વાગ્યો. હો રાજ રે ! નણંદડીને સાસરિયે વળાવો, એનાં છોરુડાંને સોતી, મને કેર કાંટો વાગ્યો. હો રાજ રે ! ફળિયામાંથી પાડોસણને કાઢો, એના રેંટિયાને સોતી, મને કેર કાંટો વાગ્યો.
CANCEL