Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
રક્ત ટપકતી સો સો ઝોળી
Detail
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે. કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને, શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને; નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને. સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો, છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો; અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો. એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી; એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી; કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી. ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી, સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી; કોઇનો લાડકવાયાની આંખડી અમૃત નીતરતી. કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં, આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં; આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં. કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો, હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો; પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો! વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે, એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે; સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે. વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા, એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા; રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા. એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી, એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી; ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી. કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં, એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા; વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં. એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી, જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી; અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી. એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે, એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે; કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે. એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી; લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’. – ઝવેરચંદ મેઘાણી
CANCEL