Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
કુમકુમના પગલાં પડ્યાં
Detail
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં જોવા લોક ટોળે વળ્યાં રે માડી તારા આવવાના એંધાણ થયાં માડી તું જો પધાર, સજી સોળે શણગાર આવી મારે રે દ્વાર, કરજે પાવન પગથાર દીપે દરબાર, રેલે રંગની રસધાર ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર થાયે સાકાર, થાયે સાકાર ચાચરના ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાં મનડાં હારોહાર હાલ્યાં રે માડી તારા આવવાનાં એંધાણ થયાં કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં જોવા લોક ટોળે વળ્યાં રે માડી તારા આવવાના એંધાણ થયાં મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર કૃપા કરજે અમ રંક પર થોડી લગાર થોડી લગાર, થોડી લગાર સૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં તારલિયા ટમ ટમ્યાં રે માડી તારા આવવાનાં એંધાણ થયાં કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં જોવા લોક ટોળે વળ્યાં રે માડી તારા આવવાના એંધાણ થયાં તારો ડુંગરે આવાસ, બાણે બાણે તારો વાસ તારા મંદિરિયે જોગણિયું રમે રૂડા રાસ પરચો દેજે હે માત, કરજે સૌને સહાય માડી હું છું તારો દાસ, તારા ગુણનો હું દાસ ગુણનો હું દાસ, ગુણનો હું દાસ માડી તારા નામ ઢળ્યાં, પરચાં તારા ખલકે ચડ્યાં દર્શનથી પાવન થયાં રે માડી તારા આવવાના એંધાણ થયાં કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં જોવા લોક ટોળે વળ્યાં રે માડી તારા આવવાના એંધાણ થયાં એક તારો આધાર, તારો દિવ્ય અવતાર સહુ માનવ તણા માડી ભવ તું સુધાર તારા ગુણલાં અપાર, તું છો સૌનો તારણહાર કરીશ સૌનું કલ્યાણ માત સૌનો બેડો પાર સૌનો બેડો પાર, સૌનો બેડો પાર માડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરું નમી નમી પાય પડું રે માડી તારા આવવાના એંધાણ થયાં કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં જોવા લોક ટોળે વળ્યાં રે માડી તારા આવવાના એંધાણ થયાં
CANCEL