Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
માફ કરજો ગીત મારાં કાયરો માટે નથી
Detail
માફ કરજો ગીત મારાં કાયરો માટે નથી. શિર ઉપર આફત ખડી છે, એની મુજને જાણ છે, મોતની હાકલ પડી છે, એની મુજને જાણ છે, જાન દેવાની ઘડી છે, એની મુજને જાણ છે. પૃથ્વીરાજો આ સમે ચોપાટમાં ગુલતાન છે, ચંદ બારોટોને કેવળ દુર્દશાનું ભાન છે. દ્રૌપદીનાં વસ્ત્ર પર છે એક દુઃશાસનનો હાથ, મૂછ ઉપર તાવ દઈને દુર્યોધન પૂરે છે સાથ, કાંધિયા ગર્વિષ્ઠ થઈને આગથી ભીડે છે બાથ. હોઠ મરકે છે શકુનિના કે બેડો પાર છે, ભીષ્મ જેવો હિમગિરિ પણ શું કરે લાચાર છે. પાંડવો કાયર બનીને દૃશ્ય આ જોતા રહે માનહીણા થઈને ઘરની આબરુ ખોતા રહે, દીન વદને ભાગ્ય કેરા રોદણાં રોતા રહે. હાથ જોડી કૃષ્ણ પર કરવી કૃપા કાજે નજર, એ તમાચો છે ખરેખર સંસ્કૃતિના ગાલ પર. ક્યાં ગયા એ ગાંડિવો ને એ ગદાઓ ક્યાં ગઈ ? કાળજાં કંપાવતી રણગર્જનાઓ ક્યાં ગઈ ? શંખનાદે થનગને એ વીરતાઓ ક્યાં ગઈ ? આંખ ના ફૂટે કુદૃષ્ટિ માત પર કરનારની ! ગીધ ના ભરખે ભુજાઓ આબરુ હરનારની ! શૌર્યપ્રેરક ગીત મારે આ સમે ગાવાં પડે, ધર્મભીરુ કાયરોને જે થકી પાનો ચડે, જીવતાં મડદાંઓ બેઠાં થઈને મેદાને લડે. શબ્દથી જાગે તો એવી જાગૃતિ શા કામની ? ક્રૂર હાંસી થઈ રહી છે મર્દ કેરા નામની. હું નહીં ગાઈ શકું ઓ સાથીઓ મજબૂર છું, વેર જ્વાળામાં બળું છું વેદનામાં ચૂર છું, લૂછવા આંસુ કકળતી માતનાં આતુર છું. ગીત સુણવા હોય તો સંગ્રામ જીતી આવજો, મરશિયાં ગાવા શહીદોનાં મને બોલાવજો. માફ કરજો ગીત મારાં કાયરો માટે નથી. – શૂન્ય પાલનપુરી
CANCEL