Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
શ્રી કૃષ્ણ સ્તુતિ
Detail
શ્રી કૃષ્ણ સ્તુતિ વંદન નંદ-યશોદા નંદન (૨) માત દેવકીનાં પ્રિયનંદન, કરો અસુરદળ કેરું ખંડન, પ્રણિપાત પરમ યદુકુલચંદન... વંદન નંદ-યશોદા નંદન. મન મથુરાના મંગલવાસે, મૂર્તિ મધુરી નિશદિન હાસે, અંતર કરતું પ્રેમે ક્રંદન... વંદન નંદ-યશોદા નંદન. ભાવ ભક્તિની નિર્મળ યમુના, વહે નિરંતર રમણ કરો ત્યાં, અરજી એ અઘ અખિલનિકંદન... વંદન નંદ-યશોદા નંદન. વેણુ વગાડો રાસ રમાડો, તરસ તમારી તીવ્ર લગાડો, અર્પીએ આત્મિક અભિનંદન... વંદન નંદ-યશોદા નંદન. પ્યાસ તમારી આશ તમારી, ઉર ઉપવનમાં રસની ક્યારી, સફળ કરો હે મુનિમન મંડન... વંદન નંદ-યશોદા નંદન. અંતરમાં શુચિ ભાવ ભરી લો, દર્શન દેતાં ધન્ય કરી દો, સાર્થક સર્વ કરી દો સ્પંદન... વંદન નંદ-યશોદા નંદન. ( રચયિતા - શ્રી યોગેશ્વરજી )
CANCEL