Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
નારાયણનું નામ જ લેતાં
Detail
નારાયણનું નામ જ લેતાં નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે; મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે... નારાયણ... કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ મા ને બાપ રે; ભગિની સૂત દારાને તજીએ જેમ તજે કંચુકી સાપ રે... નારાયણ... પ્રથમ પિતા પ્રહલાદે તજીઓ, નવ તજિયું હરિનામ રે; ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીઆ શ્રીરામ રે... નારાયણ... ઋષિ પત્નિએ શ્રીહરિ કાજે, તજીઆ નિજ ભરથાર રે; તેમાં તેનું કાંઇ ના ગયું, પામી પદારથ ચાર રે... નારાયણ... વ્રજ વનિતા વિઠ્ઠલવર કાજે, સર્વ તજીને ચાલી રે; ભણે નરસૈંયો વૃંદાવનમાં, મોહન સાથે મ્હાલી રે... નારાયણ... - નરસિંહ મહેતા
CANCEL