Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
વરસાદ ભીંજવે
Detail
વરસાદ ભીંજવે આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે અહીં આપણે બે અને વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે
CANCEL