Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
હરિનો મારગ છે શૂરાનો
Detail
હરિનો મારગ છે શૂરાનો હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને. સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને. મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને; તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને. પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને; માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને. માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને; મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને. રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને; પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.
CANCEL