Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
એક નોકરી
Detail
એક નોકરી અરે માણસ, માણસ મટીને મશીન કેમ બની ગયો..? દિલના તાર તોડીને કોમ્પ્યુટરના તાર જોડી બેઠો...! એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો ! શાનદાર નોકરીના ધંધાદારી જીવનમાં આવી ગયો ! પણ, કોલેજની સ્વૈરવિહારી જીંદગી ક્યાં ગઈ ? ઝીણાં ખિસ્સા ખર્ચમાંથી પગારની મોટી રકમ પર આવી ગયો, પણ, આનંદમાં ઘટાડો કેમ થયો ? થોડાંક સ્થાનિક જીન્સ પરથી ઘણાં બ્રાન્ડેડ જીન્સ કબાટમાં આવી ગયા, પણ, તે પહેરવા માટે વ્યક્તિઓ ઘટી કેમ ગયા ? સમોસાની નાનકડી પ્લેટ પરથી મોટા પીત્ઝા કે બર્ગર આવી ગયા, પણ, ખાવાની ભૂખ કેમ ઘટી ગઈ ? રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે, એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો ! કાયમ રીઝર્વમાં રહેતી બાઈકની પેટ્રોલટાંકી આજકાલ ફૂલ થઈ ગઈ પણ, ફરવાની જગ્યાઓ કેમ ખૂટી પડી ? ચાની કીટલીનું સ્થાન કાફે કોફી ડે એ લઈ લીધું પણ, તે પહોંચની બહાર કેમ થઈ ગઈ ? મોબાઈલનું પ્રિ-પીઈડ કાર્ડ હવે પોષ્ટપેઈડ થઈ ગયું પણ,એસએમએસની સંખ્યા ઘટીને whats app મેસેજ ની સંખ્યા કેમ વધી ગઈ ? રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે, એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો ! જનરલ ડબ્બાની મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લઈ લીધુ પણ, એંજોયમેંટ માટેના વેકેશન કેમ ઓછા થઈ ગયા ? એસેમ્બલ કરેલા પીસીનું સ્થાન આધૂનિક લેપટોપે લઈ લીધું પણ, તેના પર બેસવાનો સમય ઘટી કેમ ગયો ? કોલેજના મિત્રોની ટોળીનું સ્થાન ઑફીસના સહ કર્મચારીએ લઈ લીધું પણ, શા માટે એકલતા અને તે મિત્રોની ખોટ સાલે છે ? રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે, એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !
CANCEL